Friday, 10 January 2014

પ્રક્રુતિ ના નિયમો સચોટ અને સરળ છે
.પણ એ શુધ્ધતા ,એ પાત્રતા મારી(અથવા અમારી) અત્યારેતો નથી જ. 
એટલે જ આ લેખ લખાઇ રહ્યો છે. 
ધાર્મિકતા , આપણી  આ નિયમો ની વચ્ચે  સેતુરૂપ બની શકશે, 
પણ કમભાગ્ય કે   આપણે ધાર્મિકતા ને અમુક ઉમંર જોડે વણી બેઠા છીએ. 
ના એ  ભુલ તો થાય એમજ નથી કે માનવી નો આ નિયમો જાણવા નો અધિકાર છે.આ વાત સીધી રીતે અને સંપૂર્ણતયા  પરમતત્વ ની ક્રુપા પર આધારીત છે
તે છતા મહામાનવો પાસેથી મે  જે ઉધારી મા લીધેલ છે તેને અહી પીરસવાનો પ્રામણીક પ્રયત્ન કરીશ.

તો આવો પ્રથમ સાર્વત્રીક નિયમ જોઈએ.
મહાનિયમ-1

”જે વાવશો તે ઉગશે.”

સ્વાર્થ ની પ્રચુરતા આ વાક્ય મા લાગશે પણ એમા તમારો દ્રષ્ટીકોણ મહત્વ ની ભૂમિકા ભજવી જશે.
જરૂર આ વાક્ય મા સૂક્ષ્મ અતિ સૂક્ષમ સ્વાર્થ રહેલો છે.પણ જન-સામાન્ય ની વ્યહવારિક્તા  મા આ દોશ તો આવીજ જાય.  તો સંભવ છે કે વાક્ય  નુ ઉર્ધ્વીકરણ/ઉત્દાતીકરણ કરી શકાય.પણ તેનુ મુળરૂપ તો જેમ નુ તેમ જ રહશે.
 
ઇશુ નુ વકતવ્ય...


“જે આપશો તે વધશે. 
જે તમે બીજા ને આપશો તે  જ તમને પાછુ મળશે"

No comments:

Post a Comment